Ranjitsinh Bhalgariya

જોક્સ

એક વાનર : તું આ ઝાડ પર શા માટે ચઢયો?
બીજો વાનર : ‘સફરજન ખાવા માટે.’
પહેલો વાનર : ‘પરંતુ આ તો કેરીનું ઝાડ છે’
બીજો વાનર : ‘હા, મને ખબર છે. હું સફરજન સાથે લઈને આવ્યો છું.’
છગને હોટલમાં ઉતર્યા પછી ફોન કરીને મેનેજરને કહ્યું, ‘સવારે મને બ્રેકફાસ્ટ બેડ પર જ લેવાની ટેવ છે એટલે સવારે બેડ પર જ બ્રેકફાસ્ટ આપી શકશો ને?’
‘જરૂર, જરૂર’ મેનેજર મગને કહ્યું, ‘ચોક્કસ આપી શકીશું પણ એ માટે આપની બેડ નીચે રેસ્ટોરાંમાં લાવવી પડશે..
છગન: દાક્તર સાહેબ, હું હમેશા વિચારું છુંકે હું એક કુતરો છું.
દાક્તર: તમને એવું ક્યારથી લાગે છે?
છગન: જ્યારથી હું ગલુડિયું હતો ત્યારથી!!!
શેઠ: આખા મહિનામાં એકાદ દિવસ ફરજ પર આવીને તમે ખરેખર અમારા ઉપર ઉપકાર કરો છો!
નોકર: એમાં ઉપકાર શેનો સાહેબ, પગાર લેવા આવવું એતો મારી ફરજ છે ને.
કડકાસિંહના ત્રણ દાંત તૂટી ગયા.
ડોક્ટરે પૂછ્યું ‘શી રીતે તૂટ્યા?’
કડકાસિંહ કહે ‘ઈ તો મારી બૈરીએ બનાવેલી સુખડી ખાવા ગયો ને, ઈમાં તૂટ્યા!’
ડોક્ટર કહે : ‘ના પાડવી જોઈએ ને’
કડકાસિંહ કહે : ‘તો બત્રીસ તૂટી ગયા હોત!’
સંતા : (નશામાં ડોલતો) “અગર મેરે હાથ વિચ સરકાર હોવે, તો મૈ દેશ કી તકદીર બદલ દાવંગા!”

સંતાની પત્ની: “ઓયે કન્જરા, પહલે અપના પજામા તા બદલ લે, સવેરે સે મેરી સલવાર પે ફીરશ!”

જો આફ્રિકામાં કોઈ બાળક જન્મે તો એના દાંતનો રંગ કેવો હોય?

વિચારો…

વિચારો…

હજી વિચારો છો ?

ભલા માણસ, તરત જન્મેલા બાળકને દાંત હોય ખરા??

બંતા ઓફીસમાં આવ્યોં ત્યારથી બહુ ખુશ દેખાતો હતો.
સંતાએ પૂછ્યું , ‘ક્યાં બાત હૈ , આજ બડા મૂડ મેં નજર આ રહ હૈ ?’
બંતા: ‘ અરે આજ સુબહ સે મેરે મોબાઈલ પે ધડાધડ ‘ આઈ લવ યુ’ કે મેસેજ આ રહે હૈ!’
સંતા: ‘અચ્છા? આજ ઐસી ક્યાં ખાસ બાત હૈ?’
બંતા: કુછ નહિ..આજ મેં મેરી બીવી ક મોબાઈલ લાયા હું ના !’

Leave a Comment »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Theme: Silver is the New Black. Blog at WordPress.com.

Follow

Get every new post delivered to your Inbox.