દેડકાનો કૂદકો
એક યુવાન દેડકો કુવામાંથી બહાર આવવા માટે કૂદકો લગાવી રહ્યો હતો.
આ જોઇને બીજા કેટલાક ઘરડા દેડકાઓ બુમો પાડવા લાગ્યા “નહિ થાય”, “નહિ થાય”.
આવું કેટલીક વખત બન્યું, છતાં પણ યુવાન દેડકાએ પ્રયત્ન ચાલુ રાખ્યો અને છેવટે તેને
સફળતા મળી ગયી કારણ કે તે દેડકો બહેરો હતો.
આવું ઘણી વખત આપણી સાથે પણ થાય છે અને આપણે બીજાના મંતવ્યો સાંભળીને
આપણા પ્રયત્નો બંધ કરી દઈએ છીએ, શું આપણે એવું કરવું જોઈએ??
એના માટે બહેરા હોવું જરૂરી નથી પણ એ જ વિશ્વાસ સાથે પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ.